'રાહુલ ગાંધીને ચૂંટીને કેરળની જનતાએ મોટી ભૂલ કરી, મોદી સામે રાહુલનું કોઈ ભવિષ્ય નથી'
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં નથી પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીની ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું કોઈ ભવિષ્ય નથી.
Trending Photos
નવી દિલ્હી: જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં નથી પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીની ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સામે રાહુલ ગાંધીનું કોઈ ભવિષ્ય નથી.
Historian Ramachandra Guha: If you Malyalis make the mistake of re-electing Rahul Gandhi in 2024 too, you are merely handing over an advantage to Narendra Modi because Narendra Modi's great advantage is that he is not Rahul Gandhi. (17.1) https://t.co/i0pgZqJ4V3
— ANI (@ANI) January 18, 2020
કેરળ લિટરેચર ફેસ્ટિવલના બીજા દિવસે શુક્રવારે (17 જાન્યુઆરી)ના રોજ 'રાષ્ટ્ર ભક્તિ વિરુદ્ધ અંધરાષ્ટ્રીયતા' વિષય પર રામચંદ્ર ગુહાએ કહ્યું કે "હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં નથી. તેઓ સૌમ્ય અને સુસભ્ય વ્યક્તિ છે પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને ઈચ્છતું નથી. જો તમે મલયાલી લોકો વર્ષ 2024માં પણ ફરીથી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેન્દ્ર મોદીને જ એક પ્રકારે લીડ આપશો. કારણ કે નરેન્દ્ર મોદીની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી." તેમણે ત્યાં હાજર કેરળવાસીઓને કહ્યું કે કેરળે અનેક મહાન કાર્ય કર્યા છે પરંતુ 2019માં ભૂલ કરી નાખી.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સ્વનિર્મિત છે. તેમણે 15 વર્ષ સુધી એક રાજ્ય ચલાવ્યું છે. તેમની પાસે પ્રશાસનિક અનુભવ છે. તેઓ અવિશ્વસનિય રીતે આકરી મહેનત કરી રહ્યાં છે અને ક્યારેય રજાઓ પણ લેતા નથી. હું તેને પૂરેપૂરી ગંભીરતા સાથે કહું છું.
અત્રે જણાવવાનું કે જાણીતા ઈતિહાસકાર અને ઈન્ડિયા આફ્ટર ગાંધી, ગાંધી બિફોર ઈન્ડિયા અને ગાંધી ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડના લેખક રામચંદ્ર ગુહા મોદી સરકારના પ્રખર આલોચક રહ્યાં છે. જો કે વશંવાદ અને અન્ય અનેક મુદ્દાઓ પર તેમણે કોંગ્રેસની પણ ખુબ ટીકા કરી છે.
જુઓ LIVE TV
ગુહા નાગરિકતા કાયદાના પણ વિરોધી રહ્યાં છે અને સતત આ કાયદા વિરુદ્ધ બોલતા આવ્યાં છે. હાલમાં જ ગુહાએ બેંગ્લુરુમાં સીએએના વિરોધ પ્રદર્શનોમાં સક્રિય ભાગ લીધો. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી જો કે પાછળથી તેમને મુક્ત કરાયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે